ગાંજાની ખેતી પર પોલીસની આકાશી નજર : સુરેન્દ્રનગર-નવાગામમાં પોલીસે ડ્રોન કેમેરાથી ગેરકાયદે ખેતીનો પર્દાફાશ કર્યો

 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામની સીમમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી,

New Update
Advertisment
  • ગેરકાયદે ગાંજાની ખેતી પર પોલીસની આકાશી નજર

  • સાયલાના નવાગામની સીમમાં પોલીસે દરોડા પાડ્યા

  • SOG પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો

  • 11 કિલો 80 ગ્રામ ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ જપ્ત

  • લીલા ગાંજાની ગેરકાયદે ખેતી કરનાર ઈસમની ધરપકડ 

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામની સીમમાં પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી અનુસારસુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામની સીમમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતીત્યારે સુરેન્દ્રનગર SOG પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીવાળી સીમમાં દરોડા પાડ્યા હતાજ્યાં 11 કિલો 80 ગ્રામ લીલા ગાંજાના છોડ વાવેતર કરેલા નજરે પડ્યા હતાત્યારે લીલા ગાંજાની ગેરકાયદેસર ખેતી કરનાર નવાગામના માલા ડાભીની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ SOG પોલીસે આરોપી વિરુદ્ધ ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories