Connect Gujarat
ગુજરાત

વલસાડમાં રાજકીય માહોલ ગરમાયો : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નાનાપોંઢા ગમે પહોચ્યા ચૂંટણીનો પ્રચાર કરવા...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો પ્રચાર માટે પહોચ્યા હતા

X

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો પ્રચાર માટે પહોચ્યા હતા, ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો એક જ ગામમાં પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો.

લોકસભા બેઠકના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારનું રણસિંગું ફુંકી દીધું છે, ત્યારે આજરોજ વલસાડ-ડાંગ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં જોવા મળ્યો હતો. આજે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો પ્રચાર માટે એક જ ગામમાં પહોચ્યા હતા. કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નાનાપોંઢામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. જોકે, ચૂંટણી જાહેર થયા પહેલા જ બન્ને પક્ષોના ઉમેદવારો પોતાની જીત માટે મેદાનમાં ઉતર્યા છે.

Next Story