Connect Gujarat
ગુજરાત

પોરબંદર : પોષણના શસ્ત્રથી કુપોષણ સામેના જંગમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોનું પ્રેરણારૂપ કાર્ય...

અહીં ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. શૂન્યથી 5 વર્ષના બાળકનું વજન ઊંચાઈના સપ્રમાણ હોય તેવા ધ્યેય સાથે આંગણવાડીની બહેનો કામ કરે છે.

X

પોરબંદર જિલ્લાના રતનપર ગામની આંગણવાડી અનોખી છે. તેના મૂળમાં છે અહીં કામ કરતાં આંગણવાડી કાર્યકર અને તેમના સાથીઓ. આંગણવાડી કાર્યકર અને તેમની ટીમે ગામની સગર્ભા માતા, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર માટે કમર કસી છે.

સામર્થ્યવાન ભારતનો પાયો આપણી આંગણવાડીઓ છે, જ્યાં પોષણના શસ્ત્રથી કુપોષણ સામે જંગ ચાલી રહ્યો છે. આ જંગમાં કેટલીક આંગણવાડી કાર્યકર્તા બહેનો પ્રેરણારૂપ કાર્ય કરી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાના રતનપર ગામની એક એવી આંગણવાડી કે, જ્યાં માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમના હેતથી પોષણરૂપી વૃક્ષને સીંચી રહી છે. આ આંગણવાડીમાં બાળકોને સ્વચ્છતા, ખોરાક, આરોગ્ય, શિક્ષણ વગેરે વિશે સમજ આપવામાં આવે છે, અને થીમ મુજબ બાળગીત, રમત-ગમત, ચિત્ર વગેરે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આંગણવાડીમાં 4 મંગળવારની ઉજવણી થાય છે. આવી જ રીતે આંગણવાડીમાં 7 દિવસ દરમિયાન બાળકોને અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

જોકે, અહીં ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. શૂન્યથી 5 વર્ષના બાળકનું વજન ઊંચાઈના સપ્રમાણ હોય તેવા ધ્યેય સાથે આંગણવાડીની બહેનો કામ કરે છે. જેના સારા પરિણામ જોવા મળી રહ્યા છે. લાભાર્થી શીતલ જોષીએ જણાવ્યુ હતું કે, મારી દીકરી પહેલા અતિ કુપોષિત હતી. અહીયાથી તેને ખજૂર, દાળિયા અને પોષણયુક્ત આહારના 7 પેકેજ આપવામાં આવ્યા હતા. હવે મારી દીકરી સામન્ય કેટેગરીમાં આવી ગઈ છે.

આ સાથે જ, અહીં સગર્ભા માતા અને ધાત્રી માતા માટે પોષણયુક્ત આહાર તો પૂરો પાડવામાં આવે છે. સાથોસાથ માતા અને બાળકની તંદુરસ્તી માટે આહાર વૈવિધ્યની પણ સમજ પૂરી પાડવામાં આવે છે. તા. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્ર પર કિશોરીઓ દ્વારા વાનગી સ્પર્ધા સહિતની જુદી જુદી હરીફાઈઓ રાખવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતા, બાળકોને THR વિશે સમજાવીને રસીકરણ કરાવી પોષણ માસની ઉજવણી પણ કરવામાં આવે છે.

Next Story