Connect Gujarat
ગુજરાત

“આગાહી” : ખેડૂતોના માથે ફરી ઘેરાશે ચિંતાના વાદળો, તા. 28-29 મેના રોજ ગુજરાતમાં પડશે માવઠું…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી તા. 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

X

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી તા. 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આગામી તા. 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો સહિત ગુજરાતીઓ ચિંતામાં પેઠા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ, આજથી રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. એટલું જ નહીં, તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના જોવામાં આવી છે.

Next Story