New Update
ગુજરાતના પ્રવાસે પધાર્યા રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન
સરદાર પટેલને પુષ્પાંજલિ કરી અર્પણ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપતિનું કરાયું સ્વાગત
રાજ્યના મંત્રી સહિતના અગ્રણી રહ્યા ઉપસ્થિત
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.તેમજ મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ ગુજરાત પ્રવાસે પધાર્યા છે.ત્યારે તેઓએ પ્રથમ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.અને દિગ્વિજય દ્વાર સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી.
અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પકર્તા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે સરદાર સાહેબની ભાવવંદના કરી દેશ માટે કરેલા યોગદાનનું સ્મરણ કર્યું હતું.
સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી મુળુ બેરા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિને આવકાર્યાં હતા.
Latest Stories