/connect-gujarat/media/media_files/2025/09/12/bjp-gnf-2025-09-12-11-34-35.jpg)
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ 75મો જન્મદિવસ ઉજવાશે. વડાપ્રધાન જન્મદિવસથી લઇ 2 ઓક્ટોબર એટલે કે 15 દિવસ સુધી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યોનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ થકી ભાજપ યુવા મોરચા દ્વારા દેશભરમાં નમો યુવા રનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલજના નેતૃત્વમાં નમો યુવા રનનું આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં 100 સ્થાન પર નમો યુવા રનનું આયોજન કરવામાં આવશે અને ગુજરાતમાં 10 સ્થાન જેમાં 8 મહાનગર અને 2 જિલ્લામાં મિનિ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે. નમો યુવા મેરેથોન દોડ નશા મુક્ત ભારત માટે, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પ માટે યોજવામાં આવી છે. આ અંગે પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઇ, પ્રદેશ યુવા મોરચાના મીડિયા કન્વીનર લીલાઘર ખડકે તેમજ ઇન્ચાર્જ કૃતિક ભટ્ટ, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ ઉપસ્થિત રહ્યા હતા. નમો યુવા મેરેથોન દોડના કાર્યક્રમમાં પાર્થિવ પટેલને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં નમો યુવા દોડની અંતર્ગત ટી-શર્ટનુ પણ અનાવરણ કર્યું હતું.