PM મોદીની આ મુલાકાત દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ જવાનને હૃદયરોગનો હુમલો થતા તેઓનું નિધન થયું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મૂળ નર્મદાના રહેવાસી PSI એસ.બી.વસાવા દેડીયાપાડાના વતની છે.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવનવાર PSI એસ.બી.વસાવા આ દરમિયાન ફરજ પર હતા.તેઓ છેલ્લા બે દિવસથી એકતા પરેડને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવી રહ્યા હતા.તે દરમિયાન તેમની તબિયત લથડી હતી,અને તેમને હૃદયરોગનો હુમલો થયો હતો.
PSI વસાવાને હાર્ટએટેક આવતા તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.દિવાળીના પાવન પર્વમાં PSIના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.