Connect Gujarat
ગુજરાત

ફરી વરસ્યા કરા... : ગુજરાતના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કરા પડતાં લોકોમાં કુતૂહલ...

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

X

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ સાથે કરા પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

ગુજરાતમાં હજુ પણ આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આજરોજ બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં કરા પડતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. અરવલ્લી, અમરેલી, વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા પડતાં લોકો બહાર દોડી આવ્યા હતા. આકાશમાંથી કરા વરસતા વાહનચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અમદાવાદના હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ સામાન્યથી હળવો વરસાદ રહેવાની સંભાવના છે. તો બીજી તરફ, ભારે પવન અને વીજળી સાથે વરસાદ રહેવાની પણ સંભાવના છે. જોકે, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Next Story