સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે વડોદરાના વડસર અને સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં વડસર વિસ્તારમાં પાણી ભરાતા વડોદરા શહેર પોલીસના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં અસરગ્રસ્ત નાગરિકોને સહી સલામત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસથી પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા છે. જિલ્લા પ્રશાસન દ્વારા ઝીરો કેજ્યુલીટી અપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામ ભારે વરસાદથી વેચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતો કેટલાક લોકો ફસાયેલા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRF ની ટીમ દ્વારા ફસાયેલા લોકો અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.