ગુજરાતમાં વરસાદની આગાહી સાથે 50થી વધુ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા,ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
  • રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી

  • ભર ઉનાળે સર્જાયો વરસાદી માહોલ

  • વરસાદી માહોલે ખેડૂતોની ચિંતા વધારી

  • ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

  • 50 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા 

ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યા પછી રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના દરિયા કિનારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.જે સમુદ્રની સપાટીથી 0.9 કિ.મી.ની ઊંચાઈએ છે. આગામી પાંચ દિવસમાં મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે.

5 મે સોમવારથી 6 મે મંગળવાર સુધીના હવામાનના વર્તારા પ્રમાણે બનાસકાંઠાપાટણમહેસાણાસાબરકાંઠાગાંધીનગરઅરવલ્લીખેડાઅમદાવાદઆણંદપંચમહાલદાહોદમહીસાગરવડોદરાછોટા ઉદેપુરનર્મદાભરૂચસુરતડાંગનવસારીવલસાડતાપીદમણદાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો સુરેન્દ્રનગરરાજકોટજામનગરપોરબંદરજૂનાગઢઅમરેલીભાવનગરમોરબીદ્વારકાગીર સોમનાથબોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે 6 મેથી 7 મેની હવામાનની આગાહી પ્રમાણે બનાસકાંઠાપાટણમહેસાણાસાબરકાંઠાગાંધીનગરઅરવલ્લીખેડાઅમદાવાદઆણંદપંચમહાલદાહોદમહીસાગરવડોદરાનર્મદાભરૂચસુરતડાંગનવસારીવલસાડતાપીદમણદાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગરરાજકોટજામનગરપોરબંદરજૂનાગઢઅમરેલીભાવનગરમોરબીદ્વારકાગીર સોમનાથબોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.ગુજરાતના જે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.ત્યાં પવનની ઝડપ 50થી 60 કિ.મી.પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

ખાસ કરીને બનાસકાંઠાપાટણમહેસાણાસાબરકાંઠાઅરવલ્લીદાહોદ અને મહીસાગરપંચમહાલઅને છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં 60 કિ.મી.પ્રતિ કલાક સુધી પવનની ઝડપ રહી શકે છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.