"આગાહી" : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના હવામાન વિભાગે આપ્યા સંકેત

આગામી 2 દિવસ સુધી વરસાદી સિસ્ટમ રહેશે સક્રિય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી.

New Update
"આગાહી" : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના હવામાન વિભાગે આપ્યા સંકેત

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સારા વરસાદની સાથે કુષિ પાકને જીવનદાન મળતા ખેડૂતો ખૂબ ખુશ થયા છે.

જુલાઈ અને ઓગસ્ટમાં નિરાશા હાથ લાગ્યા બાદ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી થઇ છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે. અને 48 કલાક બાદ સિસ્ટમ નબળી પડે તેવી શક્યતા છે. વલસાડ, દમણ દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે 30થી 40 કિલોમીટર પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest Stories