Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં તારીખ 15 જૂન સુધીમાં વરસાદનું થઈ શકે છે આગમન, અંબાલાલ પટેલે કરી આગાહી

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે.

ગુજરાતમાં તારીખ 15 જૂન સુધીમાં વરસાદનું થઈ શકે છે આગમન, અંબાલાલ પટેલે કરી આગાહી
X

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7, 8, 9 જૂનના રોજ દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સમુદ્રમાં ઉચાં મોજા ઉછળશે. આ દરમિયાન કેરળમાં વરસાદ આવી શકે છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7, 8, 9 જૂને કેરળમાં વરસાદ આવી જશે. ગુજરાતમાં ચોમાસું સમયસર આવવાની શક્યતાઓ છે.

Next Story