/connect-gujarat/media/media_files/2025/08/23/ambalal-patel-forecast-2025-08-23-19-11-43.jpg)
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ શકે, એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સહિત કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પંચમહાલ, મહીસાગર, વડોદરા આણંદના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
તેમણે કહ્યું કે 26 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 28માં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.