રાજકોટ “અગ્નિકાંડ” : રાજ્યભરમાં ચાલતા ગેમઝોન-ફન ફેરમાં તપાસના આદેશ, વડોદરા-જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાયું...

રંગીલા રાજકોટિયન્સ માટે ગત તા. 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી.

New Update
રાજકોટ “અગ્નિકાંડ” : રાજ્યભરમાં ચાલતા ગેમઝોન-ફન ફેરમાં તપાસના આદેશ, વડોદરા-જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાયું...

હૈયા હચમચાવતી રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં 28 લોકોના જીવ હોમાઈ ગયા છે, ત્યારે ફરી ક્યારેક આવી ઘટના ન બને તે માટે રાજ્યભરમાં વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરા અને જુનાગઢ સહિતના અન્ય જિલ્લાઓમાં ચાલતા ગેમઝોન અને ફન ફેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

રંગીલા રાજકોટિયન્સ માટે ગત તા. 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. જેમાં 28 મસુમોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે રાજકોટની દુર્ઘટનાથી બોધપાઠ લઈને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ તકેદારી રાખવા સૂચના અપાય છે. રાજકોટની ઘટના બાદ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરમાં આવેલાં તમામ ગેમિંગ ઝોનમાં મનપા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલો ગ્રાઉન્ડ સ્થિત ફન મેળામાં મેળામાં ફાયર સેફ્ટીના સાધનો બંધ મળી આવતા તંત્રએ મેળાને બંધ કરાવ્યો હતો, જ્યાં બાળકોને બહાર કાઢી તમામ રાઇડ બંધ કરાવવામાં આવી હતી. પાલિકા, ફાયર બ્રિગેડ, વીજ કંપની દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ શહેરભરમાં 8 સ્થળોએ બાળકોના સમર મેળાને પરવાનગી મળી છે. જે તમામ સ્થળે NOC ઉપરાંત નિયમોના પાલન અંગે તપાસ હાથ ધરાય હતી. આ ઉપરાંત શોપિંગ મોલ્સમાં ચાલતાં ગેમિંગ ઝોનમાં પણ તપાસ શરૂ કરવામાં આવનાર છે.

હાહાકાર મચાવતી રાજકોટની આગ દુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા 28 માસુમો કાળનો કોળ્યો બન્યા હતા. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો. આ દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર સફાળું જાગ્યું છે, અને ઠેર ઠેર તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે રાજકોટની દુર્ઘટનાને લઈ જુનાગઢમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. રવિવારે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી. જેમાં PGVCL સહિત વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તાત્કાલિક અસરથી જુનાગઢમાં ચેકીંગ હાથ ધરવા ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યા છે. જેમાં અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ ગેમઝોન, રાઈડઝ, મોલ અને મેળા સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું છે. આ સાથે જ વિવિધ વિભાગોની NOC છે કે, કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત મંજૂરી વગર ચાલતાં ગેમઝોન, રાઈડઝ અને મેળાના સંચાલકો પર કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.

Latest Stories