રાજકોટ: છેલ્લા સાત વર્ષમાં મનપાએ 9,239 નાગરિકોને સીસીટીવીના માધ્યમથી જાહેરમાં પિચકારી મારતા ઝડપી પાડ્યા

New Update
રાજકોટ: છેલ્લા સાત વર્ષમાં મનપાએ 9,239 નાગરિકોને સીસીટીવીના માધ્યમથી જાહેરમાં પિચકારી મારતા ઝડપી પાડ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ઉપર જતા જાહેરમાં થૂંકનારાઓને રૂપિયા 250નો દંડ ફટકારવામાં આવે છે. છેલ્લા સાત વર્ષમાં મનપાએ 9,239 નાગરિકોને સીસીટીવીના માધ્યમથી જાહેરમાં પિચકારી મારતા ઝડપી લઈ ઇમેમો આપ્યો હતો.

જોકે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા આપવામાં આવતા ઇમેમો ભરવાની લોકોને કોઈ ચિંતા જ ન હોય તેમ કુલ 26.88 લાખના ઇમેમો પૈકી 30 ટકા એટલે કે માત્ર 8 લાખ જેટલી જ વસુલાત થઈ શકી છે. સમગ્ર પ્રક્રિયાનું સંચાલન વાહન નંબરના આધારે થતું હોવાથી કોઈપણ વ્યક્તિ પગપાળા પસાર થતી વખતે જાહેર રસ્તા ઉપર કેમેરા સામે જોઇને પિચકારી મારે તો પણ તેને પકડી શકાય તેમ નથી.

Latest Stories