Connect Gujarat
ગુજરાત

રાજકોટ : આસ્થા આખરે "અનલોક", ખોડલધામ મંદિરને ખુલ્લુ મુકાયું

કોરોનાના કારણે મંદિરને કરાયું હતું બંધ, લેઉઆ પટેલ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર, ભોજનાલય અને બગીચો હાલ બંધ રખાયો છે.

X

રાજકોટ જિલ્લાના વિરપુર નજીક આવેલાં ખોડલધામ મંદિરને સરકારની ગાઇડલાઇન મુજબ શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે પણ હાલ મંદિરના ભોજનાલય અને બગીચાને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે સરકારની ગાઈડ લાઈન મુજબ વીરપુર પાસે આવેલ લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિરને દર્શનાર્થીઓને દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખોડલધામ મંદિર ખુલતાંની સાથે રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડયાં હતાં. મંદિર ખાતે કેમ્પસ ડાયરેકટર નિલેશ માથુકીયાએ જણાવ્યું હતું કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી. જેમાં સરકારની નવી ગાઈડ લાઇન ન આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે ભોજનાલય તેમજ ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત મંદિરમાં સવાર સાંજની આરતીમાં પણ ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે નહિ. મંદિર ખાતે ધ્વજા અર્પણ કરવા માટે પણ માત્ર 50 વ્યકતિઓને મંજુરી આપવામાં આવશે. બે મહિના બાદ મંદિરમાં આવી શ્રધ્ધાળુઓએ પણ શાંતિ તેમજ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Next Story