રાજપીપળા : ઓફિસ અને ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ

રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...

New Update
રાજપીપળા : ઓફિસ અને ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ

નર્મદા જીલ્લાના મુખ્યમથક રાજપીપલા ખાતે ભગવાન સ્વામી કમ્પાઉન્ડમાં આવેલી રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી....

નર્મદા જિલ્લાના મુખ્યમથક હરસિધ્ધિ માતાજીના મંદીર નજીક ભગવાન સ્વામીનું કંપાઉન્ડ આવેલું છે જેમાં રાધાકૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉન કાર્યરત છે. આજરોજ બપોરના સમયે કંપાઉન્ડમાં કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી જેમાં ઓફિસ અને ગોડાઉન પણ ચપેટમાં આવી જતાં દોડધામ મચી ગઇ હતી. આગની જવાળાઓ નજીકમાં આવેલાં વડના વૃક્ષ સુધી પહોંચી જતાં વડ પર સળગવા લાગ્યો હતો. બનાવના પગલે લોકટોળા ઉમટી પડતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં ઓફિસ અને ગોડાઉન બંને ભસ્મીભુત થઇ ગયાં છે. સદનસીબે કોઇ જાનહાન થઇ ન હતી.

Latest Stories