Connect Gujarat
ગુજરાત

વરસાદે વિરામ લીધા બાદ ગીર સોમનાથ-તાપીમાં માર્ગોના રિ- સરફેર્સિંગની કામગીરી શરૂ, વડોદરામાં પૂરગ્રસ્તોની મદદે NDRFની ટિમ તૈનાત

રાજયમાં માર્ગોનું રિ- સરફેર્સિંગની કામગીરી પુરજોશમાં શરૂ, બંધ થયેલા રસ્તાઓ અંગે જાણ કરવા પ્રશાસનની અપીલ

X

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી નુકસાન થયેલા માર્ગોનું રિ- સરફેર્સિંગની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. વરસાદથી સુત્રાપાડાના ધામળેજ ગામ પાસેનો રોડ, તાલાલા રોડ, જામવાળા રોડ તેમજ માધવપુર-પ્રાચી રોડનું ત્વરિત સમારકામ હાથ ધરાયું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હોઈ સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા નદી-નાળામાંથી ઝાડી ઝાંખરાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.તો બીજી તરફ વડોદરા જિલ્લાના કંડારી ગામના પૂરગ્રસ્તોની મદદે જિલ્લા વહિવટી તંત્ર આવ્યું છે. ભારે વરસાદથી કંડારીગામ જળમગ્ન બનતાં ગામના 400થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ હતું. આ પૂરગ્રસ્ત લોકોની સાથે તેમના પશુઓને પણ આશરો અપાયો છે. કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલ ખાનગી કંપનીના શો રૂમમાં આ 400 અસરગ્રસ્તોને આશ્રય આપવામાં આવ્યો છે.

તાપી જિલ્લામાં ભારે વરસાદથી બંધ થયેલા રસ્તાઓ અંગે જાણ કરવા માટે જિલ્લા પ્રશાસને હેલ્પલાઈન શરૂ કરી છે. જિલ્લામાં વરસાદ ધીમો પડતાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રસ્તાઓનું રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં ડોલવણમાં 3, સોનગઢના ૩, અને વાલોડ અને ઉચ્છલમાં ૧-૧ ટીમ કાર્યરત કરાઈ છે. હાલ જિલ્લામાં 58 રસ્તાઓ બંધ છે જેમાં 24 જેટલા રસ્તાઓનું સમારકામ કરી પૂર્વવત કરાયા છે. જિલ્લામાં જ્યાં જ્યાં વરસાદના પાણી ઓસરી રહ્યા છે ત્યાં ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

Next Story