Connect Gujarat
ગુજરાત

પાસની સરકારને 23 માર્ચનું અલ્ટીમેટમ કેસ પરત લો અથવા આરપારની લડાઈ : પાટીદાર સમાજ

2015 થી રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની ભૂત ધુણ્યું હતું આંદોલન સમયે અનેક હિંસાની ઘટનાઓ પણ સામે આવી ત્યારે આંદોલન સમયે અનેક પોલીસ કેસ થયા, પાટીદાર સમાજના યુવાનોએ ખુલ્લીને સરકાર સામે મોરચો પણ માંડ્યો.

પાસની સરકારને 23 માર્ચનું અલ્ટીમેટમ કેસ પરત લો અથવા આરપારની લડાઈ : પાટીદાર સમાજ
X

2015 થી રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની ભૂત ધુણ્યું હતું આંદોલન સમયે અનેક હિંસાની ઘટનાઓ પણ સામે આવી ત્યારે આંદોલન સમયે અનેક પોલીસ કેસ થયા, પાટીદાર સમાજના યુવાનોએ ખુલ્લીને સરકાર સામે મોરચો પણ માંડ્યો. ત્યારે સરકાર અને આંદોલનકારી વચ્ચે સમાધાન માટે પાટીદાર સમાજના આગેવાનો મધ્યસ્થી બન્યા ત્યારે 1 સરત એવી હતી કે આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવામાં આવે ત્યારે હજુ સુધી કેસો પરત ન ખેંચાતા હવે પાટીદાર સમાજના આગેવાનો ગિન્નાયા છે અને આજે મળેલી PAAS ની બેઠક બાદ 23 માર્ચ નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું

સાણંદ ખાતે મળેલી PAASની બેઠક પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું છે કે હવે કેસ પરત આંદોલન અલ્પેશ કથિરિયાની અધ્યક્ષતામાં થશે, હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે સહકાર આપીશ. આ સાથે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે આશ્વાશન આપ્યું હતું અને કહ્યું હતું કે 3 મહિનામાં કેસ પરત ખેચવામાં આવશે આજે 6 માર્ચે એ 3 મહિના પુરા થયા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. પાટીદાર અનામત કેસ પરત મામલે PAASની બેઠક બાદ અલ્પેશ કથીરિયાએ નિવેદન આપતા કહ્યું છે કે 23 માર્ચ સુધીમાં કેસો નહી ખેંચાય તો આંદોલન થશે, આગેવાન નરેશ પટેલે કહ્યું છે કે 2-4 દિવસ મળીશુ અને ફરી સામાજિક સંસ્થાઓ એક સાથે CMને મળવા જશે.અમારી જાહેરાત બાદ CMએ ગઈકાલે નરેશભાઈને ફોન કર્યો હતો જેમાં ફરી એક વાર CM એ નરેશ ભાઈને કેસ પાછા ખેંચવા કહ્યું છે અને એ પણ ટાંક્યું છે કે નરેશ પટેલ આ મામલે સારો ઉકેલ લાવે.. 23 માર્ચ સુધી માગ નહી સ્વિકારાય તો આરપારની લડાઈની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. શહીદ પરિવારને ન્યાય અને કેસો પાછા ખેંચવા એ જ હેતુ સાથે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાનો રાગ 2022 ની ચૂંટણી પહેલા ફરી એક વાર ઉઠ્યો છે. આશરે 3 મહિના પહેલા જસદણમાં નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે આંદોલન દરમિયાન થયેલા કેસ પાંચ ખેંચવામાં આવે જે બાદ પાટીદાર યુવાન પર થયેલા કેસ ના મામલે ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે નિવેદન કરી સરકાર સામે પોતાની માંગ મૂકી દીધી હતી. દિલીપ પટેલે જણાવ્યું હતું કે, આંદોલન પર થયેલ કેસો પાછા ખેંચવામાં આવે. સરકાર ને ઊંઝા ઉમિયા સંસ્થા ને પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી છે.

Next Story