Connect Gujarat
ગુજરાત

15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર,રીક્ષા યુનયનમાં ફાંટા

15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર,રીક્ષા યુનયનમાં ફાંટા
X

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યા છે.CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે.15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાક ની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવવધારાના વિરોધમાં 14 તારીખે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે.15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાની રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રિક્ષાચાલક યુનિયન ની બેઠક મળશે.

તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે.CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તિ બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે 18 રૂપિયાથી વધારી મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે CNG ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રીક્ષા ચાલકોએ કરી છે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લીધો છે. જે માન્ય નથી. જેથી આગામી 15-16 નવેમ્બરની હડતાળ યથાવત રહેશે

Next Story