સાબરકાંઠા : તલોદમાં નકલી GST અધીકારીની ટોળકીના વધુ 2 પોલીસકર્મીની ધરપકડ...

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં નકલી GST ઓફિસરો બનીને એક વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખની છેતરપિંડી આચરી હતી.

સાબરકાંઠા : તલોદમાં નકલી GST અધીકારીની ટોળકીના વધુ 2 પોલીસકર્મીની ધરપકડ...
New Update

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં નકલી GST ઓફિસરો બનીને એક વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખની છેતરપિંડી આચરી હતી. જેને લઇને પોલીસે 5 શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી અગાઉ 3 આરોપીને ઝડપી લીધા હતા. ત્યારબાદ વધુ તલોદ પોલીસે 2 પોલીસકર્મીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આવેલ ટાવર વિસ્તારમાં જનરલ સ્ટોરમાં ગત તા. ૩૧ માર્ચે નકલી GST અધિકારી તરીકેની ઓળખ આપી ટોળકીએ વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખ છેતરપિંડી આચરી હતી. જેમાં 5 શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુન્હો નોંધી અગાઉ ૩ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતા તેમાં 2 પોલીસકર્મીઓ સામીલ હોવાનું બહાર આવ્યું હતું. નકલી GST અધિકારી બનીને આવેલા શખ્સોને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં એક પત્રકાર પણ સામીલ હતો. ત્યારબાદ તલોદ પોલીસે વધુ 2 આરોપીઓ કે, જે પોલીસકર્મી છે તેમને પણ ઝડપી લીધા હતા. નકલી GST અધિકારીની ટીમમાં અસલી પોલીસકર્મીઓ પણ સામીલ છે. આ બન્ને પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આ બન્ને પોલીસકર્મીઓએ નકલી GST અધિકારીની ટીમ બનાવી તોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ બન્ને પોલીસકર્મીઓમાં એક કર્મી SRP ગ્રુપ-3ના મડાણાના અતુલદાન ભગતસિંહ ગઢવી એટેચમાં ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ખાતે બ્યુગલર તરીકે ફરજ બજાવે છે, જયારે SRP ગ્રુપ-5ના ગોધરાના કમલેશ મૂળા સોલંકીએ એટેચમાં ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ખાતેથી અગાઉ DGPની સરકારી કારના ડ્રાયવર તરીકે ફરજ બજાવી હતી. પરંતુ પોલીસ ફરજ બજાવતા 2 પોલીસકર્મીઓનો ભાંડો ફૂટતા આખરે બન્ને પોલીસકર્મીઓ જેલના સળિયે ભેગા થયા છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #Accused arrested #gang #policemen #fake GST officer
Here are a few more articles:
Read the Next Article