ઈડર વિસ્તારમાં એક સગીરા બની હવસનો શિકાર
2 યુવકે સગીરા દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર
સગીરા પર દુષ્કર્મ આચરતા તેણીને ગર્ભ રહ્યો હતો
અધૂરા મહિને ડિલિવરી થતાં પુત્રનું મોત નીપજ્યું
બન્ને નરાધામોની ધરપકડ સાથે પોલીસની કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં એક સગીરા પર 2 યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. સગીરા પર દુષ્કર્મ આચરતા ગર્ભ રહ્યો હતો, અને અધૂરા મહિને પુત્રને જન્મ આપ્યો હતો. સમગ્ર મામલે ઈડર પોલીસે બન્ને નરાધામોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં માત્ર 14 વર્ષની ઉંમર ધરાવતી સગીરાને હત્યા કરવાની ધમકી આપી 2 યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. દર્શન સુતરીયા અને હરપાલ રાઠોડ નામના યુવકોએ સગીરાને પોતાની શિકાર બનાવી હતી. આ દરમિયાન હરપાલ રાઠોડે સગીરાને કેટલીકવાર ઇડરના સાપાવાડ નજીકના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું.. આમ બન્ને આરોપીએ વારાફરતી અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી.
માસૂમ વયે જ સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા જ તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી જવાનો આઘાત લાગ્યો હતો. સગીરાને ગર્ભ હોવાને લઇ પેટમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સગીરાએ અધૂરા માસે પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, જન્મ સાથે જ પુત્રનું મોત નીપજ્યું હતું, તારે હવે DNA સેમ્પલના આધારે પોલીસે બન્ને નરાધામો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.