Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં રૂ.49 લાખના દાગીનાની લૂંટ કરનાર વધુ 4 આરોપી ઝડપાયા..

હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલ આરોપીઓ પૈકી જિલ્લા પોલીસે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સાબરકાંઠાના હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલ આરોપીઓ પૈકી જિલ્લા પોલીસે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે બસ સ્ટેન્ડ નજીક ગત 12 માર્ચના રોજ હિંમતનગરની કે અશ્વિન નામની આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદથી હિંમતનગર આવ્યો હતો અને હિંમતનગર બસ સ્ટેન્ડ થી આંગડિયા પેઢીની ઓફિસ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન બે અલગ અલગ કારમાં આવેલા 11 વ્યક્તિઓએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ ચલાવી હતી આગડિયા પેઢીના કર્મચારી પાસે ચાંદીના અલગ અલગ 19 પાર્સલ જેનું વજન 26 કિલો 478 ગ્રામ તથા સોનાના અલગ અલગ 38 પાર્સલ જેની કિંમત 30,34,520 થતી હતી જે બધું મળી 49 લાખ 40 હજાર 936 રૂપિયાનો મુદ્દામાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી આ આરોપીઓએ લુંટી લીધો હતો જોકે કર્મચારીને પણ ગાડીમાં બેસાડી વિજાપુર રોડ પર છોડી દેવામાં આવ્યો હતો જેને લઈને પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં સાબરકાંઠા પોલીસે ચાર આરોપીને ધરપકડ કરી છે અને 11 લાખ 22 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.આ મામલામાં અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી ત્યારે હવે પાંચ આરોપીઓ પકડવાના બાકી છે પકડાયેલા ચાર આરોપીઓ પૈકી જયદીપસિંહ રાજપૂત નામના આરોપી આગડીયા પેઢીનો કર્મચારી છે અને એ કર્મચારી દ્વારા અન્ય આરોપીઓ સાથે વાતચીત કર્યા બાદ રેકી કરવામાં આવી હતી અને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

Next Story