સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉંછા ફોર્મ હાઉસથી પેપર લીક મામલે એક પછી એક આરોપીઓના નામ ખુલતા જાય છે જેમા પોલીસ દ્રારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામા આવી હતી તો અત્યાર સુધી મા ૨૭ લોકો ની અટકાયત થઈ છે તો મુખ્ય આરોપી સહિત ૧૨ આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રીમાન્ડ ની માંગ સાથે પ્રાંતિજ કોર્ટમા રજુ કર્યા.
પ્રાંતિજના ઉંચા ફોર્મ હાઉસથી પેપર લીક થયેલ મામલે અત્યાર સુધીમા જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલિસ દ્રારા ૨૨ લોકોની અટકાયત કરવામા આવી હતી. જેમા જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ કુલદિપકુમાર નલીનભાઇ પટેલ ધ્રુવ ભરતભાઇ બારોટ મહેશકુમાર કમલેશભાઇ પટેલ ચિંતન પ્રવિણભાઇ પટેલ દર્શન કિરીટકુમાર વ્યાસ સુરેશ રમણભાઇ પટેલ જશવંતભાઇ હરગોવનભાઇ પટેલ મહેન્દ્રભાઇ એસ પટેલ રીતેશકુમાર ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ રોનક મુકેશભાઈ સાધુ દાંનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર ૧૨ આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતા આજે પ્રાંતિજ કોર્ટમા વધુ રીમાન્ડની માંગ સાથે જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્રારા હાજર કરવામા આવ્યા હતા. જેમા પ્રાંતિજ કોર્ટમા સરકારી વકીલ તથા આરોપીઓના વકીલો દ્રારા સામ-સામે દલીલો બાદ કોર્ટ દ્રારા આજે ૧૨ આરોપીઓનેના રીમાન્ડ ના મજુર થયા તમામે-તમામ આરોપીઓને હિંમતનગર સબ જેલ ખાતે મોકલી આપવામા આવ્યા હતા. તો ૧૨ આરોપીઓના જામીન માટે અરજી કરવામા આવી છે જે ને લઈ કોટ દ્રારા કાલે જામીન અરજી ઉપર હિયરીગ કરવા આવશે.
પોલીસ દ્રારા વધુ પાંચ આરોપીઓને પ્રાંતિજ ઇડર થી ઝડપી પાડયા હતા. જેમા મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઇ સંજય પટેલને ધાનેરા ખાતેથી ઝડપી પાડયો હતો. અને અન્ય ચાર અક્ષય પટેલ , વિપુલ પટેલ , પ્રકાશ પટેલ , ધીમેન પટેલની ધરપકડ કરવામા આવી હતી. પોલીસ દ્રારા કુલ અત્યાર સુધીમા પેપર લીક મામલે ૨૭ જેટલા આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. તો પકડાયેલ વધુ પાંચેય આરોપીઓને પોલીસ દ્રારા રીમાન્ડની માંગ સાથે આજે પ્રાંતિજ કોર્ટ સમક્ષ સાંજના પાંચ વાગે રજુ કરવામા આવ્યા હતા. ત્યારે રજુ કરવામા આવેલ પાંચેય આરોપીઓના રીમાન્ડ કોર્ટ દ્રારા ના મંજૂર કર્યા હતા અને પાંચેય આરોપીઓને હિંમતનગર સબજેલમાં મોકલી આપ્યા. અત્યાર સુધીમા ૨૭ આરોપીઓની પેપર લીક મામલે પોલીસ દ્રારા ધરપકડ કરેલ છે.