Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : રેવાસ ગામે 42 ગોળ આંજણા ચૌધરી સમાજના દ્વિતીય સમૂહ લગ્નમાં 57 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા…

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રેવાસ ગામમાં 42 ગોળ આંજણા ચૌધરી સમાજના દ્વિતીય સમૂહ લગ્નમાં 57 યુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા છે.

સાબરકાંઠા : રેવાસ ગામે 42 ગોળ આંજણા ચૌધરી સમાજના દ્વિતીય સમૂહ લગ્નમાં 57 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા…
X

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રેવાસ ગામમાં 42 ગોળ આંજણા ચૌધરી સમાજના દ્વિતીય સમૂહ લગ્નમાં 57 યુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રેવાસ ગામમાં સાબરકાંઠા અને અરવલ્લીના 42 ગામના આંજણા ચૌધરી સમાજનો દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો છે. સમૂહ લગ્ન ઉત્સવ દરમ્યાન ધ્યાનાકર્ષક બાબત એ બની છે કે, 57 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, તે વખતે 42 ગોળ આંજણા સમાજની કોર કમિટી અને સહાયક સમિતિના 51 સભ્યોએ નેત્રદાનનો સંકલ્પ કરી સામાજિક સેવાનો માર્ગ પ્રશસ્ત કરવા સમાજના નેતૃત્વથી જ પ્રારંભ કર્યો છે. જે સમાજ સહિત અન્ય માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે. આ તબક્કે ઇડર ધારાસભ્ય રમલાલ વોરા સહિત ઉત્તર ગુજરાતના ભામાશા ગણાતા નરસિંહ કે. પટેલ, ધોલવાણીના રામજી બાપાએ હાજર રહી પ્રભુતામાં ડગલાં માંડનાર 57 યુગલોને આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત સમાજ દ્વારા તમામ નવદંપતીઓને 51 હજારનો ચેક તેમજ 38થી વધારે ચીજ વસ્તુઓની ભેટ આપી હતી.

Next Story