સાબરકાંઠા: હિંમતનગર એસટી નિયામક વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ૭૦ બસો એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવી

જન્માષ્ટમીને લઈને ત્રણ જિલ્લાના આઠ એસટી ડેપોમાંથી ૭૦ એક્સ્ટ્રા બસો દિવસ દરમિયાન શરૂ કરવામાં આવી છે.

New Update
સાબરકાંઠા: હિંમતનગર એસટી નિયામક વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ૭૦ બસો એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવી

સાબરકાંઠાના હિંમતનગર એસટી નિયામક વિભાગ દ્વારા શામળાજી ખાતે દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ૭૦ બસો એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવી છે જન્માષ્ટમી મહોત્સવને લઈને યાત્રાધામ શામળાજી ખાતે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં એસટી નિયામક વિભાગ દ્વારા ૭૦ એક્સ્ટ્રા બસો દોડવાનું અયોજન કરાયું છે. જેની શરૂઆત કરવામાં આવી છે. જોકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શ્રધ્ધાળુઓ દર્શન માટે ઘસારો રહે છે.

જન્માષ્ટમીને લઈને ત્રણ જિલ્લાના આઠ એસટી ડેપોમાંથી ૭૦ એક્સ્ટ્રા બસો દિવસ દરમિયાન શરૂ કરવામાં આવી છે. એસટી નિયામક વિભાગ દ્વારા ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે. શામળાજીથી અમદાવાદ, શામળાજી થી ગાંધીનગર, શામળાજીથી મોડાસા, શામળાજીથી ભિલોડા સહિત જિલ્લા કે તાલુકામાં જન્માષ્ઠમીના દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓનો ઘસારો રહે છે. અને શ્રદ્ધાળુઓ દિવસ અને રાત સુધી બસો ચાલુ રાખવાનો આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીની રાત્રે પણ શ્રદ્ધાળુને ઘરે જવામાં માટે બસની સેવા ચાલુ રહેશે.

Latest Stories