સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ૯૫ વર્ષના દાદીને એમ્બ્યુલન્સ મારફતે ૬૦ કિલોમીટરનુ અંતર કાપી સબ રજીસ્ટ્રાર ઓફિસમા માત્ર અંગૂઠાના થંભ અને ફોટો પાડવા માટે લાવવામા આવ્યા હતા ત્યારે આવા ઉમર લાયક વૃધ્ધોને દર્દીઓને જવાબદાર તંત્ર દ્રારા તેઓના ધરે કે હોસ્પિટલમા જઇને થંભ સહિત ઓળખવિધિ પુરી પાડવામા આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે
પ્રાંતિજ ખાતે આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે જમીનના દસ્તાવેજમાં ફોટો થંભ આપવા માટે અમદાવાદથી ૯૫ વર્ષના દાદીને એમ્બ્યુલન્સ મારફતે સબ રજીસ્ટ્રારની ઓફિસ પ્રાંતિજ ખાતે લાવવામા આવ્યા હતા.એકબાજુ ધડપણ અને બીજી બાજુ થાપાનુ ઓપરેશન કર્યું હોય તેવા ૯૫ વર્ષના દાદી વિનોદાબેન પરીખને સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે લાવવામા આવ્યા હતા ત્યારે તંત્ર દ્રારા આવા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામા આવે અને દર્દીના ધરે કે દવાખાને જઇને તેઓનો થંભ લેવામા આવે તેવી માંગ ઉઠી છે. વૃદ્ધાને જમીન દસ્તાવેજના કામ માટે સરકારી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા ત્યારે આવા વૃદ્ધોની સુવિધા માટે સરકારી નિયમોમાં ફેરફાર થાય એવી માંગ ઉઠી રહી છે.