સાબરકાંઠા: વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર કર્યો હુમલો, ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડાયા

સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે

New Update

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કણાદર ગામના જંગલમાં મહુડા વીણવા ગયેલા ખેડૂત ઉપર રીંછે જમણા હાથના ભાગે હુમલો કરીને ગંભીર ઇજાઓ કરતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ સારવાર હેઠળ છે. વન વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. કણાદર ગામના બચુભાઈ ભગોરા કે જે જંગલ વિસ્તારમાં મહુડા વીણવા ગયા હતા. ત્યારે બપોરના સમયે બચુભાઈ પર રીંછે હુમલો કર્યો હતો. જેને લઈને જમણા હાથ પર ગંભીર ઈજાઓ થઇ હતી. જે બનાવના પગલે ખેડૂતને સારવાર અર્થે પ્રથમ ભિલોડા ત્યારબાદ હિંમતનગરથી વધુ સારવાર માટે અમદાવાદ ખેડવામાં આવ્યા હતા.