સાબરકાંઠા : પ્રાંતિજના ઓરાણ નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના પાટિયા નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું મોત નીપજયું હતું.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના ઓરાણ નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના પાટિયા નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું મોત નીપજયું હતું.

Advertisment

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજના વડવાસાના દંપતીને તાજપુરકૂઈ-ઓરાણ પાટિયા નજીક માર્ગ પર અમદાવાદથી આવતી કારે ટક્કર મારી હતી. જેમાં પ્રાંતિજના કાર ચાલકે વડવાસાના બાઈક સવાર દંપતીને ટક્કર મારતાં અકસ્માતમાં દંપતીનું મોત થતાં ચકચાર મચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ કાર નંબર GJ-09-BC-7377 અમદાવાદથી હિંમતનગર તરફ માતેલા સાંઢની જેમ ધસી આવતા બાઈક નંબર GJ-09-DF-2206 પર સવાર પતિ-પત્ની અડફેટે લેતા રોડ પર પટકાયા હતા. બનાવના પગલે લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં બન્નેને ગંભીર ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વડવાસાના 55 વર્ષીય રામાજી મોહનજી મકવાણા અને 51 વર્ષીય ક્લીબેન રામાજી મકવાણાને સારવાર મળે તે પહેલાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, ત્યારે અકસ્માતે 2 લોકોના મોત નિપજતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

જુનાગઢ : ઓઝત નદી કાંઠે બિસ્માર પાળાનું સમારકામ શરૂ, ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તેવી ખેડૂતોની માંગ...

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

New Update
  • દર વર્ષે ભારે વરસાદને લઈ ઓઝત નદી વહે છે બે કાંઠે

  • પાણી વહેતા પાળા તૂટવાની ઘટનાથી સર્જાતો જળબંબાકાર

  • સિંચાઈ વિભાગ દ્વારા ચાલતું બિસ્માર પાળાનું સમારકામ

  • પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ

  • ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી ખેડૂતોની માંગ

Advertisment

જુનાગઢના ઘેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદને લઈને ઓઝત નદી 2 કાંઠે વહેતા પાળા તૂટવાની ઘટનાથી જળબંબાકાર સર્જાય છે. જોકેહાલ સિંચાઈ વિભાગ દ્વારા બિસ્માર પાળાનું સમારકામ ચાલી રહ્યું છેત્યારે આ પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે 1 કરોડથી વધુ ખર્ચે પથ્થરના બ્લોક (ગેબિયન) સાથે સ્ટેપવાળો પાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કેઅનુભવી ખેડૂતોના કહેવા છતાં આ પાળો અન્ય પાળાની સરખામણીએ 1 મીટર જેટલો નીચો બનાવવામાં આવ્યો હતો. જેને લઈ ચોમાસાની શરૂઆતના પ્રથમ પુરના કારણે નદીનું પાણી પાળાને ઓળંગતા પાળાની પાછળના ભાગની માટીનું ધોવાણ થતાં તૂટી પડ્યો હતો. આ સાથે જ મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ફરી નુકશાન થવા પામ્યું હતું.

જોકેહવે ચાલું વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું છેત્યારે પાળાનું પુનઃ સમારકામ કરવામાં આવતાં પુરના લેવલની સ્થિતિનો અનુભવ ધરાવતાં ખેડૂતોએ અગાઉ આપેલી સલાહ મુજબ પાળો વધુ 1 મીટર ઉંચો કરવા રજૂઆત કરાતાં કામગીરી ખોરંભે પડી હતીત્યારે ફરીથી આ પાળો તૂટે નહીં તેવી ખેડૂતોની ટેકનિકલી સલાહ ગળે ઉત્તરતાં સિંચાઈ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોની વાત ગ્રાહ્ય રાખી હતીઅને પાળાને એક મીટર ઊંચો બનવવા નિર્ણય લીધો હતો. તો બીજી તરફખેડૂતોએ ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી માંગ કરી છે.

 

Advertisment