Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો હતો.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા વિવિધ થીમ આધારિત વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા.

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના 3-6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ રૂપે ભૂલકાં મેળા કાર્યક્રમનું સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરખ સંસ્થાના સંચાલક કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે, બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલી સાથેનો સંવાદોત્સવ ખૂબ જરૂરી બની જાય છે. રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ મળી રહે તે માટે પોષણ કીટ આપવામાં આવે છે. સાથે જ સરકાર કિશોરીઓના સ્વાસ્થ્યની પણ દરકાર કરી છે. આ કાર્યક્રમમાં વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. નાના બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા વિવિધ થીમ આધારિત મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય સમિતી ચેરમેન અનસુયા ગામેતી, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબા ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકા પટેલ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story