/connect-gujarat/media/post_banners/cc797ee0183784ec931aae3d7f4b3f3d83c551fbaacc8700caf4ea961874cfce.jpg)
સાબરકાંઠા જીલ્લાના હિમતનગરમાં સિંધી સમાજની વાડીથી ચાલીહા સાહેબની શોભાયાત્રા નીકળી હતી.અને શહેરના માર્ગો પર ફરી ઘોરવાડા ગામમાં પહોંચીને હાથમતી નદીમાં ૧૫૧ ઘડા વિસર્જન કરવામાં આવ્યા હતા
સાબરકાંઠાના હિમતનગરમાં સિંધી સમાજના ભાઈઓના ઘરે ૪૦ દિવસ સુધી ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન નિમિતે માટકીમાં પાણી ભરીને મુકવામાં આવે છે જેમાં પૂજન અર્ચન કરી સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ સવાર સાંજ આરતી અને પૂજન કરવામાં આવે છે તો સિંધી ભાઈ બહેનો એકબીજાના ઘરે દરરોજ ૪૦ દિવસ જાય છે અને પૂજન અર્ચન કરી ચાલીહા સાહેબની ઉજવણી કરે છે. સિંધી સમાજના લોકો ૪૦ દિવસ સુધી ઉપાસ કરે છે. સિંધી સમાજના લોકોએ માટકી પૂજન કરેલી આરતી કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે સમાજ દ્વારા સમૂહ આરતી કરવામાં આવે છે. બીજા દિવસે સિંધી ભાઈ બહેનો દ્વારા સિંધી સમાજની વાડીથી ચાલીહા સાહેબની શોભાયાત્રા નીકળી હતી.જે મહાવીરનગર રસ્તે થઈને રિલાયન્સ મોલ પહોચી હતી અને ત્યાંથી ઘોરવાડા ગામે પહોચીને હાથમતી નદીમાં ૧૫૧ ઘડાનું પાણીમાં વિસર્જન કર્યું હતું. આ ચાલીહા સાહેબની શોભાયાત્રા પ્રસંગે સિંધી સમાજના પ્રમુખ કુમાર ભાવનાણી, રાજુ હોતવાણી, મનીષ કિંમતાણી સહીત સિંધી સમાજના અગ્રણીઓ જોડાયા હતા.