સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગઢી ગામ નજીક આજે વહેલી સવારે બંધ ફેક્ટરીના સ્ક્રેપમાં આકસ્મિક આગ લાગી હતી. જેને લઈને ગામના સરપંચે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જેને લઈને તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે આવ્યું હતું અને ચાર કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી.
ગઢી ગામ નજીક આવેલ વિરાટ ફેક્ટરી કે જે બંધ છે, જ્યાં વાઘરોટાના રાજુભાઇ પ્રજાપતિની લક્ષ્મી સ્ક્રેપ ટ્રેડર્સ આવેલ છે. જેમાં સ્ક્રેપમાં પ્લાસ્ટીક સહિતનો કચરો એકઠો કરવામાં આવે છે. જ્યાં આજે વહેલી સવારે આકસ્મિક આગ લાગતાની સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈને ગઢી ગામના સરપંચ કૌશિકભાઈ સુથારે તાત્કાલિક હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી, જેને લઈને ફાયર વિભાગના ત્રણ ફાયર ફાયટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ચાર કલાકની જહેમત બાદ 28 હજાર લીટર પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવી હતી.અંદર રહેલ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો