સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં રીક્ષામા સવાર 4 લોકોને ઇજાઓ પહોચીછે ઇજાગસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે જ્યાં એકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યું છે બેફામ દોડતા ડમ્પરે અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો..
રોષે ભરાયેલા સ્થાનિકોએ ડમ્પરને આગચંપી દીધી હતી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલ ડમ્પરોને પણ આંગચંપી અને ડમ્પરના કાચ ફોડી નાખતા પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો.