સાબરકાંઠા: સગી જનેતાએ પ્રેમી સાથે મળી પોતાના જ સંતાનની કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

રાજ્યમાં પ્રેમ સબંધોમાં પ્રેમિકાને પામવા માટે ઉગ્ર થઇ કોઈનો જીવ લેતા અટકતા નથી ત્યારે આવો જ એક કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે.

New Update
સાબરકાંઠા: સગી જનેતાએ પ્રેમી સાથે મળી પોતાના જ સંતાનની કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પ્રેમિકાને મળવા આવતા મોડું થતા પ્રેમીએ પ્રેમિકાના બાળકની હત્યા કરી નાખી મૃતકના પિતા બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઇ હતી. જોકે પોલીસ મથકે અકસ્માત થયો હોવાની ફરિયાદ આપવા ગયા બાદ સમગ્ર હકીકત બહાર આવી જતા આરોપી પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી છે

રાજ્યમાં પ્રેમ સબંધોમાં પ્રેમિકાને પામવા માટે ઉગ્ર થઇ કોઈનો જીવ લેતા અટકતા નથી ત્યારે આવો જ એક કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે. હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અલીફ મસ્જીદ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાળકનું મોત થયાની ફરિયાદ આપવા બાળકનો પિતા-બી ડીવીજન પોલીસ મથકે પહોચ્યો હતો. બાદમાં પોલીસે પોલીસે અકસ્માત સ્થળ અલીફ મસ્જીદ પાસે તપાસ કરતા અલગ અલગ જગ્યા અને સ્થાનિકો પાસેથી પૂછ પરછ બાદ સીસીટીવી કેમેરા દ્વારા પોલીસે તપાસ કરી હતી. જોકે આવો કોઈ અકસ્માત અહિયાં થયેલ નથી બાદમાં પોલીસે મૃતક બાળકની માતાની પુછપરછ કરતા આખરે માતાએ સાચી હકીકત જણાવી હતી કે તેના પ્રેમીએ બાળકને ગડદા પાટુનો માર મારી હત્યા કરી છે. પરંતુ સમગ્ર મામલો બહાર ના આવે એ માટે અકસ્માતનું બહાનું બનાવ્યું હતું. અને સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રેમિકા સાથે અંગત પળો માણવા માટે થઈને એક બાળકનો જીવ લીધો છે. ત્યારે પોલીસે બાળકની માતાના નિવેદન લઇ માતાના પ્રેમી અને માતા સામે મર્ડરનો ગુનો દાખલ કરી આરોપી પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories