Connect Gujarat
શિક્ષણ

સાબરકાંઠા : વિધાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા અનોખો પ્રયાસ, પરીક્ષાને લઈને મોકડ્રિલ યોજાય...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની શાળામાં બોર્ડની પરીક્ષા અંગે મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો હતો

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની શાળામાં બોર્ડની પરીક્ષા અંગે મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં બોર્ડની પરીક્ષામાં ડર કેવી રીતે દૂર થાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આગામી માર્ચ મહિનામાં સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જોકે, બોર્ડની પરીક્ષા સામે હોય ત્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગે ડર પણ રહેતો હોય છે. તેવામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તપોવન સંકુલ અને ભાવનગરની જ્ઞાનમંજરી દ્વારા બોર્ડની મોકડ્રિલ પરીક્ષામાં 1 હજારથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓમાં રહેલો ડર કેવી રીતે દૂર થાય તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, પહેલી વાર જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જાય, ત્યારે તેમના મનમાં રહેલા પ્રશ્નો અને ડિપ્રેશનમાં આવીને બોર્ડની પરીક્ષામાં ડરતા હોય છે, ત્યારે બોર્ડની પરીક્ષા પૂર્વે પરીક્ષાની આ મોકડ્રિલે વિદ્યાર્થીઓનો ડર દૂર કર્યો છે. બોર્ડ પરીક્ષાની મોકડ્રિલમાં ઉપસ્થિત વાલી સહિતના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે, ત્યારે વિધાર્થીઓને ડર દૂર કરવાનો ખાનગી શાળાઓ દ્વારા બોર્ડ પરીક્ષા મોકડ્રિલના આયોજનની વાલીઓએ સરાહના કરી હતી.

Next Story