/connect-gujarat/media/post_banners/b59ff42aa0d61e36dc7780626c24854391c6dcb597c53a1cdeff81412f660f60.jpg)
સ્વચ્છ સર્વેક્ષણ માં હિંમતનગર નગર પાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટીબધ્ધ બની છે.ડમ્પિંગ સાઈટ પરના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરુઆત કરવામાં આવી છે.
હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાત માં પ્રથમ છે ત્યારે હવે હિંમતનગર નગરપાલિકાએ નવુ સાહસ કર્યુ છે.હવે હિંમતનગર નગરપાલિકા ડંપિગ સાઈટનો કચરો એકત્રિત કરી બનાવી રહી છે. આમ તો વર્ષોથી હિંમતનગર શહેરની ડંપીગ સાઈટ પર લાખ્ખો ટન કચરો પડી રહ્યો છે અને જેને લઈને પાલિકા દ્રારા સુરતની એક એજન્સીને ૮૦૦૦ ચોરસ કી.મી. જમીન ભાડે આપી છે.જે જમીનમાં ૭ કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે જે ગુજરાતમાં સૌ પ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે.
આમ તો આ ડંપીગ સાઈટ પર લાખ્ખો ટન કચરો પડી રહ્યો છે જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે અને જીપીસીબીની ગાઈડ લાઈન મુજબ અહિ કેમિકલ નાખી કચરામાથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.હિંમતનગર પાલિકાના નવા દ્રષ્ટિકોણ ને કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉધોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતા ઓછા ભાવે આપશે તો આ ઉપરાંત હિંમતનગર પાલિકા ને મહિને ૨૧ હજાર ભાડે પેટે મળશે જેથી શહેરમાંથી ગંદકી દુર થશે તો આ ઉપરાંત પાલિકા ને આર્થીક લાભ પણ મળશે.