સાબરકાંઠા : પ્રાંતિજના તાજપુર કુઈ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના તાજપુર કુઈ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના તાજપુર કુઈ ગામ પાસે આવેલ બ્રીજ નજીક કાર નં. જીજે.૦૧.આરબી.૭૭૩૫નો ચાલક પૂર ઝડપે બેદરકારી રીતે હંકારી લાવી આગળ જઈ રહેલ અન્ય કાર નં. જીજે.૦૧.કેએ.૪૧૬૭ને પાછળથી ટક્કર મારતા બન્ને કાર રોડની વચ્ચોવચ પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યાં બન્ને કારમાં સવાર 4થી વધુ લોકોને ઇજા પહોચતા તેઓને બહાર કાઢ્યા હતા. ત્યારાબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા એક વ્યક્તિનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ સંદર્ભે પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.