વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ
ઓછા રોકાણ સામે વધુ વળતરની આપી લાલચ
લોભામણી સ્કીમના સંચાલકો ફરાર
રૂ.3.42 કરોડની છેતરપિંડી કરી સંચાલકો ફરાર
પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
સાબરકાંઠા જિલ્લો પોન્ઝી સ્કીમનો હબ બની ગયો છે,ત્યારે બી.ઝેડ બાદ વધુ એક પોન્ઝી સ્કીમ નું કૌભાંડ બહાર આવ્યું છે. અને ભેજાબાજોએ લોકોને ઓછા રોકાણ સામે વધુ વળતરની લાલચ આપીને રૂપિયા 3.42 કરોડમાં ઉઠમણું કરી નાખતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પોન્ઝી સ્કીમોની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર બી.ઝેડના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી હિંમતનગરના સહકારીજીન રોડ પર આવેલ એક કોમ્પ્લેક્ષમાં એ.આર કેપીટલના નામની બે બોગસ ઓફિસ ખોલીને મળતીયાઓ મારફતે રોકાણકારોની બચત પર માસિક 10 ટકાથી વધુ વ્યાજની લાલચ આપીને રોકાણકારોને પોન્ઝી સ્કીમોમાં રોકાણ કરાવ્યું હતું. અને ત્રણ કૌભાંડીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં10થી વધુ લોકો તથા અન્ય પાસેથી અંદાજે રૂપિયા 3.42 કરોડથી વધુ લીધા બાદ મૂડી તથા વ્યાજ પરત ન કરતા હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ પ૨મા૨ે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ દ્વારા આ પોન્ઝી સ્કીમના ત્રણ સંચાલકો અજયસિંહ,રજુસિંહ અને વનરાજસિંહને ઝડપી લેવા માટે એસઆઇટીની રચના કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.