Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પાર્સલ ખોલતાં જ ધડાકામાં પિતા-પુત્રીના મોતનો ભેદ ઉકેલાયો, પ્રેમ પ્રકરણમાં બ્લાસ્ટ કરાવનાર પ્રેમિકાના પતિની ધરપકડ

વડાલી તાલુકાના વેડાછાવણી ગામે રહેતા પરિવારના ત્યાં પહોચેલા પાર્સલમાં થયેલા ભેદી ધડાકાની સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

X

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડાછાવણી ગામે રહેતા પરિવારના ત્યાં પહોચેલા પાર્સલમાં થયેલા ભેદી ધડાકાની સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડાછાવણી ગામે ગઈકાલે બપોરે કોઈ અજાણ્યા રિક્ષાચાલકે જીતુ વણજારાના ઘરે ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલ્યું હતું. જે ખોલતી વખતે તેનું બોક્સ અચાનક ફાટ્યું હતું. આ ઘટનામાં 30 વર્ષીય જીતુ વણઝારા અને 14 વર્ષીય ભૂમિકા વણઝારાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત 9 વર્ષીય છાયા વણઝારા અને 14 વર્ષીય શિલ્પા વિપુલભાઈ વણઝારાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બ્લાસ્ટના કારણે બન્ને ઇજાગ્રસ્તોના શરીરમાં ઝેરી રજકણો પ્રવેશી જતાં વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ, સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સાથે NSG, NIA, FSL તથા BDSની ટીમ પણ તપાસમાં જોડાય હતી, તારે ગણતરીના કલાકોમાં જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. એક ઓટો ચાલકે તેને બોક્સ આપતાં પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતાં જયંતિ વણજારા નામના વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ બોમ્બ વિસ્ફોટ કરવા માટે રાજસ્થાનથી ડિટોનેટર મોકલવામાં આવ્યું હતું. આ ડિટોનેટર એક ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવવામાં આવ્યું હતું, જેના કારણે મૃતક યુવકે ટેપ રેકોર્ડર સમજીને તેમાં એક વાયર લગાવી દેતા બ્લાસ્ટ થયો હતો. જોકે, પ્રેમ પ્રકરણને લઈ બ્લાસ્ટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં મૃતકની પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે. જે બ્લાસ્ટ થયો તેમાં એમોનિયમ નાઈટ્રેટની હાજરી હતી, અને જીલેટિન સ્ટીકનો ઉપયોગ કરાયો હતો. પોલીસ પૂછપરછમાં જંયતી વણઝારાએ જણાવ્યું હતું કે, તેની પત્ની અને મૃતક જીતુ વણઝારા બન્ને એક જ ગામના હતા. ઘણા સમયથી તેઓ એકબીજાના પરિચયમાં હતા. જે તેને પસંદ ન હતું. તેથી જીતુ વણઝારાને મારવા માટે પ્લાન બનાવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે આરોપી જયંતી વણઝારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story