સાબરકાંઠા: લીલા શાકભાજીના ભાવ કિલોએ 70- 100એ પહોંચતાં ડુંગળી અને બટાકાનો વપરાશ વધ્યો !

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

New Update
સાબરકાંઠા: લીલા શાકભાજીના ભાવ કિલોએ 70- 100એ પહોંચતાં ડુંગળી અને બટાકાનો વપરાશ વધ્યો !

સાબરકાંઠા જીલ્લામાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહીણીઓના બજેટ પર અસર જોવા મળી રહી છે

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ઓગસ્ટ માસનો પ્રારંભ થઈ જવા છતાં શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. દાળ શાકમાં વપરાતા ટામેટા મરચાં ધાણા આદુ જેવા મસાલા પાકના ભાવ પણ આસમાનને આંબી રહ્યા હોવાથી ઘરના બજેટને સરભર કરવા બટાકા અને ડુંગળીનો વપરાશ વધી ગયો છે.લીલા શાકભાજીના ભાવ પણ રૂપિયા 70 થી 100 ને પાર કરી ગયા છે જેને પગલે ₹ 15 પ્રતિ કિલોના ભાવે મળતાં બટાકા અને 17 રૂપિયા કિલોના ભાવે મળતી ડુંગળીનો વપરાશ વધી ગયો છે. બટાકાનો વપરાશ વધવા પાછળ અધિક શ્રાવણ માસ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યા મુજબ હજુ ત્રણેક સપ્તાહ સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની કોઈ ગુંજાઈશ નથી

Read the Next Article

ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, હાંસોટ-વાલિયામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ખેતીલાયક

New Update
2 varsad

ભરૂચ અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

બીજી તરફ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

સવારથી સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌથી વધુ હાંસોટ તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો બીજી તરફ વાલીયા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.,આમોદ 6 મી.મી.,વાગરા 4 મી.મી.ભરૂચ 17 મી.મી.,ઝઘડિયા 11 મી.મી.,અંકલેશ્વર 2 ઇંચ,હાંસોટ 4 ઇંચ,વાલિયા 3.5 ઇંચ,નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.