સાબરકાંઠા : દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ, 45 દિવસ ચાલશે વિવિધ એક્ટિવિટી...

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
  • દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનું ધરોઈ ડેમ નજીક આયોજન

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો

  • એડવેન્ચર ફેસ્ટમાં 10થી વધુ વિવિધ રાઈડનો સમાવેશ કરાયો

  • જમીનઆકાશ અને પાણીની રાઇડનું પ્રવાસીઓમાં ભારે આકર્ષણ

  • આગમી 45 દિવસ સુધી એડવેન્ચર ફેસ્ટ ખુલ્લુ મુકવામાં આવ્યું

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પર રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતોજ્યાં 10થી વધુ જમીનઆકાશ અને પાણીની રાઇડ પ્રવાસીઓ માટે 45 દિવસ સુધી ખુલ્લી મુકવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. એડવેન્ચર ફેસ્ટમાં જમીનપાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ રાઈડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે અત્યાધુનિક એસી ટેન્ટ સ્થિતિ જેવી કે દરબારી ટેન્ટપ્રીમિયમ ટેન્ટ સહિત 21 ટેન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ફેસ્ટમાં પેરાસીલિંગપાવરબોટપેરા મોટરિંગક્લાઇમિંગટ્રેકિંગમાઉન્ટેન બાઈકીંગસાઇકલિંગ સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરવામાં આવી છે. ધરોઈ ખાતે શરૂ થયેલ એડવેન્ચર ફેસ્ટ આજથી 45 દિવસ સુધી કાર્યરત રહેશે. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાસાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાઇડરના ધારાસભ્ય રમળલાલ વોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories