સાબરકાંઠા: હિંમતનગરના વક્તાપુરમાં કૂવામાંથી યુવકનો મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી
હિંમતનગરના વક્તાપુરમાંથી ગુરુવારે ત્રણ દિવસથી ગુમ ગામના જ 25 વર્ષીય યુવકની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી જવા પામી હતી.
BY Connect Gujarat Desk23 Dec 2022 6:29 AM GMT

X
Connect Gujarat Desk23 Dec 2022 6:29 AM GMT
હિંમતનગરના વક્તાપુરમાંથી ગુરુવારે ત્રણ દિવસથી ગુમ ગામના જ 25 વર્ષીય યુવકની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી જવા પામી હતી. હિંમતનગર ફાયર બ્રિગેડે યુવકની લાશ બહાર કાઢી હતી. વક્તાપુરમાં ગુરુવારે સવારે ગામના કૂવામાં પાણીમાં તરતી લાશ જોવા મળતાં લોકોના ટોળા ઊમટ્યા હતા અને રૂરલ પોલીસને જાણ કરાયા બાદ હિંમતનગરની ફાયર બ્રિગેડ ટીમ પણ આવી ગઈ હતી.ફાયર બ્રિગેડની ટીમે યુવકની લાશ બહાર કાઢતા મૃતક ગામનો જ યુવક કાળુસિંહ સરદારસિંહ પરમાર (25) હોવાનું અને ત્રણેક દિવસથી ગુમ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પીએમ માટે મૃતદેહને મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Next Story