સાબરકાંઠા: શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની ડિફેન્સના અધિકારીઓએ લીધી મુલાકાત !

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ ખાતે આવેલ શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્રની ડીફેન્સની ટીમ સહિત ૬ જેટલા દેશોના લશ્કરી અધિકારી સહિત ૧૭ મેમ્બરની ટીમે મુલાકાત લીધી હતી.

New Update
  • સાબરકાંઠામાં આવેલું છે શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્ર

  • કેન્દ્રની નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓએ લીધી મુલાકાત

  • 17 સભ્યોની ટીમે મુલાકાત કરી

  • સેન્ટર અંગેની આપવામાં આવી માહિતી

  • ઓછા પાણીથી કઈ રીતે ખેતી કરી શકાય એની અપાય માહિતી

Advertisment
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ ખાતે આવેલ શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્રની ડીફેન્સની ટીમ સહિત ૬ જેટલા દેશોના લશ્કરી અધિકારી સહિત ૧૭ મેમ્બરની ટીમે મુલાકાત લીધી હતી.
સાબરકાંઠામાં ઈન્ડો ઈઝરાયલ શાકભાજી સેન્ટર ખાતે ભારતીય સેનાના મેજર જનરલ અજયકુમાર સિંઘના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ તેમજ ઈન્ડીયન રેવન્યુ સર્વિસીઝ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગલાદેશ, તાનઝાનીયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની 17 મેમ્બર્સની ટીમે શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્ર વદરાડ ખાતે મુલાકાત લીધી હતી જેમાં તેઓને સેન્ટરની સ્થાપનાથી આજ દિન સુધીની વિગતોને ખૂબ ઝીણવટ ભરી માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓને સેન્ટર ખાતે કરવામાં આવતી રક્ષિત ખેતીની માહિતી ફિલ્ડ વિઝીટ કરાવવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારની ખેતી અને વિવિધ  શાકભાજી અને ઓછા પાણી કઈ રીતે સફળ ખેતી કરી વધુ ઉત્પાદન મળે તે અંગે માર્ગદર્શન પણ અપાયુ હતુ.
Advertisment
Latest Stories