Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરના વક્તાપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિંમતનગરના વક્તાપુર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો

X

સાબરકાંઠાના હિંમતનગરના વક્તાપુર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વકતાપૂર ખાતે જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોએ રથના આગમનને ઉમળકાભેર વધાવ્યું હતું.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતું કે, દૂરંદેશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના માનવીની નાની-નાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વિવિધ યોજનાઓ કાર્યરત કરી લોકોને ઘર આંગણે લાભ આપ્યા છે.આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી. ડી. ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકા પટેલ , જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, હિંમતનગર પ્રાંત અધિકારી જયંત કિશોર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story