આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથ
વિવિધ તાલીમોથી મહિલા સ્વસહાય જૂથનું કૌશલ્ય વર્ધન
સ્વસહાય જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે આયોજન
રક્ષાબંધન પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના રાખી મેળો યોજાયો
10 દિવસીય રાખી મેળાનું મહાનુભાવોના હસ્તે ઉદઘાટન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા અને નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે.
આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તા. 30 જુલાઇ-2025’થી તા. 8 ઓગષ્ટ-2025’ સુધી 10 દિવસીય જિલ્લા કક્ષાના રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે સ્વ ઉત્પાદિત કરેલ રાખડીઓના વેચાણ અર્થે કુલ 23 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.