સાબરકાંઠા: ખેડૂતે વીજળીની ખેતી કરી,સોલાર પ્લાન્ટ બન્યો આશિર્વાદ સ્વરૂપ

ગુજરાતમાં ખેડુતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે.બાગાયત ખેતી, રોકડીયા પાક વાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો.

New Update
સાબરકાંઠા: ખેડૂતે વીજળીની ખેતી કરી,સોલાર પ્લાન્ટ બન્યો આશિર્વાદ સ્વરૂપ

ગુજરાતમાં ખેડુતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે.બાગાયત ખેતી, રોકડીયા પાક વાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો.પણ શુ તમે કદી વીજળીની ખેતી વિશે સાંભળ્યુ..? ના ને?તો ચાલો તમને આજે બતાવીયે વીજળીની ખેતી વિશે

મોંઘા ખાતર બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી.જો સારુ ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ હોતા નથી અને છેવટે ખેડૂતને ઘરના રૂપિયા મુકવાનો વારો આવતો હોય છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે. આઠ એકર જમીનમાં ખેડૂતે સોલર પ્લાન્ટ નાખ્યો હતો અને હાલ પ્રતિદિન 8 હજારથી 10 હજાર યુનિટ વિજળી ઉત્પન્ન થઈ રહી છે. આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના 2.83 રૂપિયા કમાઇ રહ્યો છે.દિવસ દરમ્યાન એવરેજ 23 હજાર રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે.

Latest Stories