Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વાદળછાયા વાતાવરણને લઈને વિવિધ પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ..!

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

X

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉ, બટાકા, શાકભાજી સહિત અન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યુ છે, ત્યારે છેલ્લા કેટલાય દિવસથી સતત વાતાવરણમાં બદલાવને લઈને અને વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે, અને એમાય હવામાન વિભાગ દ્વારા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થઈ શકે તેમ છે. આ સાથે જ ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

જોકે, સાબરકાંઠા જીલ્લામાં વાવેતરની વાત કરીએ તો ઘઉંનું 84 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. તો બટાકાનું 24 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જીરૂ, વરિયાળી, રાયડો, શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો સામે હવામાન વિભાગની આગાહી છે કે, 2 દિવસમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે તેમ છે. જેના કારણે બટાકા, ઘઉ સહિત અન્ય પાકોને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.

તો બીજી તરફ, બટાકાના વાવેતરના 50 દિવસ થયા છે. તેમ છતા પણ બટાકાની સાઈઝમાં વધારો થયો નથી. વાદળછાયા વાતાવરણને લઈ વિવિધ શાકભાજીમાં રોગચાળો પણ વધ્યો છે, જ્યારે વાવેતર શરૂ કરવામાં આવ્યું, ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તેવામાં પણ ખેડૂતોને નુકશાન થયું હતું. અને હવે જો ફરી આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસે તો ચોક્કસ ખેડૂતોને ભારે નુકશાન થશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેમાં નવાઈ નહીં.

Next Story