-
સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો
-
બટાકાનું વાવેતર વધુ થતાં ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ
-
ગત વર્ષ કરતાં આ વર્ષે પાકનો મળી શકે છે વધુ ભાવ
-
વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કર્યું વધુ વાવેતર
-
ટપક પદ્ધતિથી પંથકના ખેડૂતો કરી રહ્યા છે બટાકાની ખેતી
સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકનો વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યુ છે.
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, તખતગઢ અને ઈડર સહિતના તાલુકામાં ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યુ છે. એટલું જ નહીં, અહીનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ બટાકાનું વાવેતર વધુ કર્યુ છે. ગત વર્ષે ખેડૂતોને બટાકાના સારા ભાવ તો મળ્યા હતા. પરંતુ એ ભાવ યોગ્ય ન હતા, ત્યારે આ વર્ષે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા છે. ખાતર-બીયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવ મળવાની ખેડૂતોને આશા છે.
આમ તો, તખતગઢ ગામે સૌથી વધુ વાવેતર બટાકાના પાકનું થયુ છે, અને 99 ટકાથી વધુ વાવેતર ડ્રીપ દ્વારા કરવામાં આવે છે. આમ તો એક વીઘાની વાત કરીએ તો 35થી 40 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે, અને એમાંથી 350થી 400 મણ જેટલુ ઉત્પાદન થતુ હોય છે. નોંધનીય છે કે, આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતો ને સારા મળતા ખુશી જોવા મળી છે, અને એટલે જ આ વખતે વાવેતર પણ સારું કરવામાં આવ્યુ છે. સાથે સાથે છોડને પુરતુ પોષણ મળી રહે તેમાટે ડ્રીપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પાણી બચાવવુ પણ જરૂરી છે, ત્યારે હવે ખેડૂતો પણ ડ્રીપ એટલે કે, ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.