સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.