Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં,પવન સાથે વરસેલ વરસાદના કારણે ઠેર ઠેર હોર્ડીંગ્સ થયા ધરાશયી

જિલ્લાના ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રોડ પર લગાવેલા હોર્ડિંગસ પડી ગયા હતા

X

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રોડ પર લગાવેલા હોર્ડિંગસ પડી ગયા હતા

સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળોથી ઘેરાયા બાદ ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને વાહનચાલકો પરેશાન થયા હતા ત્યારબાદ કમોસમી વરસાદ શરુ થયો હતો.પોશીના બાદ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદને લઈને કેટલાક સ્થળે વીજળી પડવાના બનાવો પણ બન્યા હતા. તો હિંમતનગરના ઇન્દ્રનગરમાં ઘર આગળ પાર્ક કરેલી કાર પર વીજળી પડી હતી. જોકે કોઈ નુકસાન થયું ન હતું. તો હિંમતનગરના ટાઉન હોલ પર ઇડર સ્ટેટ હાઈવે રોડ પર લગાવેલો બોર્ડ પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 13 મીમી, પોશીનામાં 5 મીમી, વડાલીમાં 3 મીમી અને હિંમતનગરમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો.

Next Story